અમદાવાદ
અમદાવાદના શાસ્ત્રીનગર પાસે થયો ટ્રીપલ અકસ્માત, 2ના મોત
શાસ્ત્રીનગર બીઆરટીએસ રોડ ઉપર ગત રાતે બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત પલ્લવ ચાર રસ્તા પાસે BRTS-કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો છે.
અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળે-ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડયાં હતાં. મોડી રાતે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.આ અકસ્માત સમયે હાજર ત્યાં લોકોનું માનીએ તો બીઆરટીએસનો ચાલક નશાની હાલતમાં હતો. જેના કારણે આ બનાવ બન્યો છે. સૂત્રોની માનીએ તો અકસ્માત સમયે કાર પણ પૂરઝડપે આવી રહી હતી.