અમદાવાદ

અમદાવાદ: શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ NCPમાં જોડાશે

જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ અને રાજ્યના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ એનસીપીમાં જોડાવાના છે. આ અંગે લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ખુદ એનસીપીના ગુજરાત પ્રમુખ જયંત પટેલે આ બાબતને સમર્થન આપ્યું છે. રાજ્યના રાજકારણમાં દાયકાઓથી શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુનું ઓછા વત્તે અંશે વર્ચસ્વ રહ્યું છે. છેક જનસંઘના સમયથી અને ત્યારબાદ ભાજપના અગ્રણી નેતા રહ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો પોકારી કોંગ્રેસના સમર્થનથી રાજ્યના મુખ્યપ્રધાન પણ બન્યા હતા. તેમણે કોંગ્રેસ વતી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેનું પણ નેતૃત્વ કર્યું હતું.

ત્યારબાદ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મતભેદ થતા તેમણે વિધાનસભાની ર૦૧૭ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. છેલ્લી ર૦૧૭ની વિધાનસભામાં ચૂંટણીમાં તેમણે જનવિકલ્પ મોરચાનાં બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું પરંતુ શંકરસિંહ વાઘેલાના એક પણ ઉમેદવારને ચૂંટણીમાં જીત મળી ન હતી.

હવે શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે એનસીપીમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ અંગે એનસીપીના ગુજરાત પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કીને પૂછતાં તેઓ કહે છે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ સહિતના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ પક્ષમાં જોડાઇ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button