શાહપુરમાં મોડી સાંજે ગેસનો બાટલો ફાટતા 13 લોકો સહિત 4 ફાયર જવાનો આગની લપેટમાં
અમદવાદના શાહપુર વિસ્તારમાં શાહપુર પોલીસ ચોકી પાસે મારવાડીની ચાલીમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા ફાયર બ્રિગેડના 4 કર્મીઓ સહીત કુલ 13 લોકો દાઝયા હતા. જેમને તાત્કાલિક વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લીકેજ થયેલ બાટલાનો ઘર ની બહાર આવેલ મંદિરના દિવા સાથે સંપર્ક થતા આગ પકડી લીધી હતી અને ગેસનો બાટલો બ્લાસ્ટ થતા ચાલીમાં આગ લાગી હતી. ગેસ નો બાટલો લીક થયાના સમાચાર મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.
ત્યારે મંદિરના દિવા સાથે ગેસનો સંપર્ક થતા આગ પ્રસરી હતી અને ચાલી માં ફેલાઈ અને બાટલો બ્લાસ્ટ થયો હતો. આગ લગતા ચાલી માં રહેતા 9 લોકો અને 4 ફાયર વિભાગ ના કર્મીઓ દાઝયા હતા. સાંજે ચાલી માં રહેતા વ્યક્તિ ના ઘેર બાટલો લીકેજ થયો હતો અને ઘરના પરિવારજનો એ ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર વિભાગ ની ટિમ પહોંચી હતી અને 4 જવાનોએ બાટલો પાણી ભરેલ કેરબામાં નાખી દેતા પરપોટા દેખાતા બાટલો લીકેજ હોવાનું જાણવા મળેલ। જવાનો પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે બાટલો વધુ લીકેજ થયો હતો અને ચાલીની બહાર આવેલ એક નાના મંદિર માં દીવો સળગતો હોઈ તેના સંપર્ક માં આવતા બાટલો બ્લાસ્ટ થયો હતો જેથી આગ ચાલી માં ફેલાઈ ગઈ હતી. અવાજ સંભાળતા જ આસપાસ ના લોકો દોડી આવ્યા હતા આ બાબતે ત્યાં પ્રત્યક્ષદર્શી દવારા આ બનેલ ઘટના વિષે જાણકારી આપી હતી
જયારે ચોથા જવાન ભુપેન્દ્ર પટેલ 25 ટકા દાઝયા છે. જ્યારે આગના કારણે શ્વાસમાં ધુમાડો જવાના કારણે તેમની હાલત વધુ ગંભીર છે. તે ઉપરાંત સ્થાનિક લોકોમાંથી બે લોકો દાઝી ગયા છે. જોકે, આ ઘટનાની જાણ થતા આ અંગે ફાયર વિભાગના અધિકારી દસ્તુર સાહેબ અને સુપ્રિટેન્ડેન્ટ પટેલ દ્વારા ઘટના અને સારવાર વિશેની માહિતી આપવામાં આવી હતી. તે સિવાય અમદાવાદ શહેર મેયર બીજલ પટેલ તેમજ અન્ય અધિકારીઓ તાત્કાલિક વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકો અને ફાયર વિભાગના કર્મિયોની રૂબરૂ પહોંચી ખબર અંતર પૂછ્યા હતા.