Site icon Time News

Ahmedabad: અમદાવાદીઓને વધુ એક બ્રિજની ભેટ મળશે, પાંજરાપોળથી વસ્ત્રાપુર રોડ પર બનશે બ્રિજ

અમદાવાદમાં વધુ એક બ્રિજ બનશે. શહેરના પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના માર્ગ પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટની લીલીઝંડી બાદ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ બ્રિજની કામગીરીમાં આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. બ્રિજની લંબાઈ 650 અને પહોળાઈ 17 મીટર રહેશે. પાંજરાપોળ પરનો ફલાયઓવર 2 લેન પર બનશે. બ્રિજની કામગીરી પૂર્ણ થતાં અંદાજીત દોઢ લાખ અમદાવાદીઓને ભારે ટ્રાફિકથી રાહત મળશે.

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. વસ્તીમાં વધારો થતાં સવારથી લઈને મોડી સાંજ સુધી માર્ગો પર ટ્રાફિકનું ભારણ રહે છે. એટલે જ તંત્ર દ્વારા શહેરમાં હેવી ટ્રાફિક રોડ પર બ્રિજ બનાવવાની યોજના હાથ ધરાઈ છે.

આ પણ વાંચો, Gujarat: મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૩૧૩ કરોડથી વધુની DBT દ્વારા સહાય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version