અમદાવાદ: સોલામાં આવેલા ફાર્મહાઉસમાં જુગારધામ પર રેડ, 19ની કરાઇ ધરપકડ
31 ડિસેમ્બરને આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણતા અને જુગારધામ પર રેડ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સોલાના નાથી બા ફાર્મ હાઉસ પર પોલીસે રેડ કરી હતી. સોલામાં નાથી બા ફાર્મહાઉસમાં મોન્ટુ ઉર્ફે ભૂરા દ્વારા સંચાલિત જુગારધામ પર પીસીબીની ટીમે દરોડો પાડી 19 જુગારીની ધરપકડ કરી હતી. આ જુગારધામ અંગે સ્થાનિક પોલીસ અજાણ હતી. જ્યારે પીસીબીની ટીમે રેડ પાડી રોકડા 93 હજાર, 22 મોબાઈલ અને જુદા જુદા કોઈન્સ કબજે કર્યા હતા.
સોલામાં આવેલા નાથી બા ફાર્મહાઉસમાં ચાલતા જુગારધામમાંથી 19 જુગારીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મૈલિક પટેલ, લક્ષ્મીલાલ કલાલ, ભદ્રેશ પરીખ, ભગવાનપુરી ગૌસ્વામી, રૂપેગ પટેલ, શંકરલાલ કલાલ, અઝીઝ પટેલ, જયેશભાઈ પટેલ, રજનીકાંત ઠક્કર, આશીકહુસેન શેખ, અશ્વિનકુમાર પટેલ,શૈલેષ પટેલ, વીરા કોડિયાતર, હેમરાજ દેસાઈ, પ્રકાશ મારવાડી, ગોપાલ પટેલ અને શૈલેષ પટેલ, ભરત પટેલ, કિરણ ચોરસિયાનો સમાવેશ થાય છે.
પોલીસે નાથી બા ફાર્મહાઉસ ઉપર રેડ કરી તે સમયે જુગારધામ ચલાવતો મોન્ટુ ઉર્ફે ભૂરિયો નાશી છૂટયો હતો. મોન્ટુ આ અગાઉ પણ જુગારના કેસોમાં પકડાઈ ચૂકયો છે. પોલીસે ફાર્મહાઉસમાં કેટલા સમયથી જુગારધામ ચાલતું હતું અને તે કોની માલિકીનું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.