અમદાવાદ: પોલીસ હેડક્વાર્ટર પાસે જ પોલીસપુત્રો જુગાર રમતા ઝડપાયા
દારૂ- જુગારને છાસવારે ઝડપતી પોલીસના જ પુત્રો જુગાર રમતા ઝડપાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં કોમ્યુનિટી હોલ પાસે દરોડો પાડી આઠ પોલીસ પુત્રોને જુગાર રમતા ઝડપ્યા હતા.
પોલીસે 35 હજાર રોકડ, સાત મોબાઈલ અને બે વાહન મળી કુલ રૂ 1.65 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બે દિવસ પહેલા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીના પુત્રો પોલીસના વાહનોમાંથી ડીઝલ ચોરીમાં ઝડપાયા હતા.
માજીદ નસીબખાન પઠાણ (ઉ.વ. 32) ગર્વમેન્ટ કોલોની,શાહીબાગ
દીપક ભીમરાવ પાટીલ (ઉ.વ.38) શાહીબાગ હેડ ક્વાર્ટર્સ
વિશાલભાઈ સુરેશભાઈ વાઘેલા (ઉ.વ.20) શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ
નિતેશ રમણભાઈ ચાવડા (ઉ.વ.35) શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ
અજય બેજુભાઈ દંતાણી (ઉ.વ.24) મગનજી દૂધવાળાની ચાલી સાબરમતી
મનોહર કાળીદાસ બાગુલ (ઉ.વ.46) શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ
અલ્પેશ ઉમેદસિંહ ચૌહાણ (ઉ.વ.24) શાહીબાગ
વિજયભાઈ મફતલાલ પરમાર (ઉ.વ.28) શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ