અમદાવાદ
પીએમ મોદીએ 35 મિનિટ ભાઇના ઘરે રોકાઇને માતા હીરાબાના આશીર્વાદ લીધા
ગુજરાતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદી આજે ત્રીજા દિવસે માતાને મળવા પહોંચ્યા હતા. હીરાબા તેમના ભાઈ પંકજ મોદીના ઘરે રહે છે. રાયસણમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં તેમનો બંગલો આવેલો છે. નરેન્દ્ર મોદી 35 મિનિટ સુધી માતા હીરાબા સાથે બેઠા અને ખબર અંતર પુછ્યા હતા. જોકે દર વખતની જેમ પાડોશીઓ સાથે મુલાકત કરી ન હતી.
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને પંકજ મોદીના રહેઠાણ આસપાસ ટાઈટ સિક્યુરિટી ગોઠવી દેવાઈ હતી. ગઈકાલે પણ પોલીસ પહેરો ગોઠવી દેવાયો હતો પરંતુ તેઓ ગયા ન હતા.
બે કારના કાફલા સાથે નરેન્દ્ર મોદી ભાઈના ઘરે પહોચ્યા હતા. સોસાયટીમાં કાફલો પહોંચતા જ ગેટ બંધ કરી દેવાયો હતો. સુરક્ષા કારણોસર મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.