અમદાવાદ: 1200 બેડની સિવિલને BU પરમિશન નહીં
સિવિલ કેમ્પસમાં 1200 બેડની નવી હોસ્પિટલ બની છે પરંતુ તેને બીયુ પરમિશન મળી નથી. 650 બેડની વીએસ હોસ્પિટલના બીયુ પરમિશન માટે અરજી કરવામાં આવી છે પરંતુ નિકાલ થયો નથી. બંને હોસ્પિટલનું નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીએ ઉદઘાટન કરવાના છે.
નવી હોસ્પિટલ બિલ્ડિંગને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી BU પરમિશન અને ફાયરસેફ્ટિ સર્ટિફિકેટ મળ્યું નથી. તો નવી વીએસના નામમાં બદલાવ લાવીને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ કરીને પરમિશન માટે અરજી કરવામાં આવી છે છતાં તેનો નિકાલ થયો નથી.
સિવિલનું કામ એજન્સીઓમાં અટવાયું. બીયુ પરમિશન અને ફાયરનું ક્લીયરન્સ મેળવવાનું કામ PIUના શીરે હોય છે. પરંતુ મંજૂરી મેળવવાની કામગીરી બે અલગ એજન્સીઓને સોંપી દીધી છે. સરકારના વિભાગ સાથે સંકલનના અભાવે મંજૂરી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગની કામગીરી ધીમીગતિએ છે. એક અધિકારી અનુસાર બંને મંજૂરી મેળવવા માટે કામગીરી કરાઈ ગઈ છે અને ઉદઘાટન પહેલા મંજૂરી મળી જશે. ત્રણ મહિના પહેલા જ એડમિન સ્ટાફને નવી સિવિલમાં શિફ્ટ કરી દેવાયો છે. વોર્ડ અને થિયેટરને ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું છે.