કળા,કસબ અને કળાકારોના સમન્વય સાથે મુખૌટે દ્વારા એક્ઝિબિશન યોજાયું
‘મુખૌટે ક્રિયેટીવ આર્ટ ફાઉન્ડેશન’ આયોજીત ગ્રુપ એક્ઝિબિશનનું “ધ આર્ટ ગેલેરી”,અમદાવાદની ગુફા, કે.એલ. કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી સામે, નવરંગપુરામાં મુખ્ય અતિથી જલરંગનાં નામાંકિત કલાકારશ્રી નટુભાઈ પરીખ, કલાકાર શ્રી નટુભાઈ મિસ્ત્રી અને કળા ક્ષેત્રના મહાનુભાવો તથા કલાકારો તથા તેમનાં સ્નેહીજનોની ઉપસ્થિતિમાં પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ પ્રસંગે દીપપ્રાગટ્ય બાદ નટુભાઈ પરીખ તથા નટુભાઈ મિસ્ત્રીએ કલાકારોને આશીર્વાદ આપ્યાં ઉપરાંત પ્રોત્સાહક વક્તવ્ય આપ્યું હતું. મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશના નીલુ પટેલ,નરેન્દ્ર ચૌહાણ અને રાજેન્દ્ર બારૈયાએ કલાકારોને આવકાર અને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રદર્શનના આયોજન-ઉદે્શ્ય વિશે વાત કરી. આ પ્રદર્શનમાં 22 કલાકારોએ ભાગ લીધો છે,જેમાં 20 ચિત્રકારો તથા બે શિલ્પકારો સામેલ છે.
આરતી દધાનીયા, ભરત ચોક્સી, બ્રિજરાજસિંહ ગોહિલ, ડિમ્પલ ટેઇલર, ગોરધન પ્રજાપતિ, હસમુખ રાવલ, હેમંત પંડ્યા, હેતલ શાહ, કલગી શાહ, ક્રીષ્ણા ચૌહાણ,લક્ષ્મી બાદલ, નરેન્દ્ર ચૌહાણ, નીલુ પટેલ, પ્રશાંત પટેલ, પ્રવિણા મહીચા, પ્રવિણ સુથાર, પ્રીતી કનેરીયા, રાધા દેસાઈ ઐયર, રાજેશ બારૈયા, રંજન શાંતિ, વિજય સુથાર તથા વિનય પંડ્યા ની કળાકૃતિઓ સામેલ છે. આ પ્રદર્શિત કળાકૃતિઓ 24 મી ફેબ્રુઆરી સુધી રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી જોઈ શકાશે.
https://www.youtube.com/watch?v=CzPc-fVCZ6Q&feature=youtu.be
આ ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન કવિ- કલાકાર હસમુખ ગોવાણી દ્વારા કાવ્યાત્મક ભાષામાં કરવામાં આવ્યું. મુખોટે ફાઉન્ડેશનનું આગામી ગ્રુપ પ્રદર્શન એપ્રિલ 2019 માં લલિતકલા આર્ટ ગેલરીમાં યોજાશે તથા જુલાઈ-ઓગસ્ટ 2019માં લંડન(યુ.કે)માં પણ યોજાશે,