અમદાવાદ
અમદાવાદ ખાતે યોજાશે અનોખો પતંગોત્સવ, દેશ-વિદેશથી આવશે પતંગબાજો
રાજ્ય સરકારના ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૬ઠ્ઠીને રવિવારના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે.
રાજ્યપાલ કોહલી અને મુખ્યમંત્રી વિજય રૃપાણી પતંગોત્સવને ખુલ્લો મૂકશે. આ પતંગોત્સવમાં એ કાટ્ટા. ઓ કાટ્ટા. વો કાટ્ટા. એ ય જરા ઢીલ સે પેચ લડાની મજા લૂંટવા થનગનતા શહેરના પતંગ રસિયાઓ કહો કે, પતંગબાજોએ રિવરફ્રન્ટ ખાતે આખો દિવસ પતંગ ઉડાડીને નેટ પ્રેક્ટિસ પણ કરી હતી.
મ્યુનિ.કમિશનરનો કામ ચલાઉ હવાલો સંભાળી રહેલા લોચનસિંહ શેરાએ આજે મ્યુનિ. અધિકારીઓ સાથે રિવરફ્રન્ટનો રાઉન્ડ લઇ પતંગોત્સવની આગોતરી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. એ સાથે ગરીબ કલ્યાણ મેળાના આયોજનની પણ સમીક્ષા કરી હતી.