અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે આંતરાષ્ટ્રીય પતંગ ફેસ્ટિવલ 2019નો પ્રારંભ
અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે આંતરાષ્ટ્રીય પતંગ ફેસ્ટિવલ 2019 નું ઉદ્ધઘાટન રાજ્યના સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી દવારા કરવામાં આવ્યું હતું। જેમાં વિવિધ દેશોથી પધારેલ પતંગબાજો તેમની અવનવી નાની કે મોટી પતંગો સાથે ઉમટી પડ્યા હતા. અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ દવારા કાર્યક્રમની શરૂઆત કરી સર્વે ઉપસ્થિત મેહમાનો ને આવકારવામાં આવ્યા હતા અને તમને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ કલા, સંસ્કૃતિ અને પરંપરાથી ધબકતી રહી છે.
કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તરાયણ પર્વની ભારે ઉમંગ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પતંગોત્સવ અને પતંગને ગુજરાતની વિશ્વમાં બ્રાન્ડ ઈમેજનો ઉત્સવ વર્ણવતા કહ્યું કે, આ ઉત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો છે સૌના સાથ – સૌના વિકાસનું દ્રષ્ટાંત બન્યો છે. ગુજરાતની વિકાસ પતંગ પણ વિશ્વમાં નવી ઉંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત અને વિકાસ એ હવે એક બીજાના પર્યાય છે.
આ ઉપરાંત વિદેશ થી પધારેલ પતંગબાજો દવારા પણ પતંગ બાજી કરવામાં આવી હતી આકાશ માં મોટા તોતિંગ પતંગ તેમજ નાના માં નાના પતંગ , અવનવા આકારમાં વાઘ, ગણેશ, તેમજ અન્ય પ્રાણીઓની પ્રતિકૃતિ ધરાવતા પતંગો આકાશમાં ઉડતા નજરે જોવા મળ્યા હતા તો લોકોએ પણ આ પતંગબાજી નો નજારો માન્યો હતો. આ પ્રસંગે ખાસ બેલ્જીયમ થી પ્રથમ વખત ભારત પધારેલ સ્ટીવન દવારા ખાસ વાતચીત કરવામાં આવી હતી અને તેમના દવારા ભારત ને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ તેમજ ગુજરાતના લોકોને વખાણ્યાં હતા.