ઉતરાયણ પર્વ અબોલ પક્ષીઓ માટે શ્રાપ રૂપ સાબિત થયો
ઉતરાયણ પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી થઇ છે. ત્યારે અબોલ પક્ષીઓને આ ઉતરાયણનો પર્વ એક શ્રાપ રૂપ સાબિત થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આ અબોલ જીવો જે પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા છે તેઓની સારવાર માટે ઠેર ઠેર જીવદયા પ્રેમીઓ સેવાઓ પુરી પાડી રહ્યા છે. એક અંદાજ મુજબ અમદાવાદમાંજ ઉતરાયણના દિવસે અંદાજે 1000થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે.
જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પાંજરાપોળ ખાતે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કરવાનું ઉમદા કાર્ય આ તહેવાર દરમિયાન દર વર્ષે કરવામાં કરવામાં આવે છે. આ વર્ષે પણ જીવદયા ટ્રસ્ટ પાંજરાપોળ ખાતે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ખાસ OPDની વ્યવસ્થા કરાઇ હતી તેમજ પ્રાથમિક સારવાર કરી અબોલ જીવોને સારવાર આપવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
https://www.youtube.com/watch?v=X_aUP2HOIgY
ઉતરાયણનું પર્વ પક્ષીઓ માટે સજારૂપ હોય છે. પતંગ દોરીથી પક્ષીઓ ઘવાય છે. કેટલાંક પક્ષીઓ પાંખો ગુમાવી દે છે. તો કેટલાક પક્ષીઓ મોતને ભેટે છે. એક અંદાજ મુજબ, અમદાવાદ શહેરમાં દર વર્ષે ઉતરાયણ 2000 દરમિયાન જેટલા પક્ષી ઘાયલ થાય છે અનેક પક્ષીઓ મોતને ભેટે છે. ખાસ કરીને સમડી, કબુતર જેવા પક્ષીઓ વધુ ઇજાગ્રસ્ત બને છે. જીવદયા પ્રેમીઓ અને એનજીઓ દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. અમદાવાદમાં આવા પક્ષીઓના સારવાર કેન્દ્રોમાં સારવાર કરવામાં આવી હતી.
ઉતરાયણ પર્વમાં બજારમાં વેચાતી ચાઈનીસ દોરી અને તુક્કલ પક્ષીઓ માટે ઘાતક હોવાને કારણે સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો હોવા છતા તેનું ઘુમ વેચાણ થયું હતું તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ ઉતરાયણના દિવસે પતંગ દોરીથી ધાયલ થતા પક્ષીઓને બચાવવા માટે ખબર પડે તો તરતજ પહોંચી જાય છે અને અનેક ઘાયલ પક્ષીઓને બચાવી પણ લે છે.