અમદાવાદ: વણકર જ્ઞાતિ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું
જીવનસાથી ગ્રુપ ચાંદખેડા દ્વારા રવિવારના રોજ વણકર જ્ઞાતિ પસંદગી સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઇ સોલંકીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. સાથે જ સમાજના આગેવાનો અને લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓ સહિતના લોકો આ સંમેલનમાં હાજર રહ્યા હતા.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=KAa8in93w9s[/youtube]
આ પસંદગી સંમેલનમાં 250 જેટલા યુવકો અને 150થી વધુ યુવતીઓના નામ નોંધવામાં આવ્યા હતા. જીવન સાથી ગ્રુપ પહેલા સોશિયલ નેટવર્ક પર કાર્યરત હતું. જેમાથી સમાજના આગેવાનોએ ભેગા મળીને જીવનાસાથી ગ્રુપ બનાવીને વણકર જ્ઞાતિના પ્રથમ પસંદગી મેળાનું આયોજન કર્યું હતુ. જે યોગ્ય રીતે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સાંસદ કિરીટભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ બુકલેટમાં યુવક યુવતીના નામ તેમજ અભ્યાસ અંગેની માહિતી આપી છે. તેમજ લગ્ન ઇચ્છુકોને યોગ્ય પસંદગી મળી રહે તે માટેના આ કાર્યને પણ તેઓએ બિરદાવ્યું હતું.