અમદાવાદ: CIMSRE અને GMERS મેડિકલ કોલેજ દ્વારા JIC 2019નું આયોજન
એસોસિયેશન ઓફ ફિઝીશિયન્સ ઓફ અમદાવાદના સહયોગથી કેર ઇન્ટિસ્ટિટ્યૂટ મેડિકલ સોસાયટી ફોર રિસર્ચ એન્ડ એજ્યુકેશન અને GMERS મેડિકલ કોલેજ, સોલાના સંયુક્ત ઉપક્રમે JIC 2019નું આયોજન કરવામાં આવ્યું છે.
એસોસિયેશન ઓફ ફિઝીશિયન્સ ઓફ અમદાવાદના સહયોગથી કેર ઇન્ટિસ્ટિટ્યૂટ મેડિકલ સોસાયટી ફોર રિસર્ચ એન્ડ એજ્યુકેશન અને GMERS મેડિકલ કોલેજ, સોલાના સંયુક્ત ઉપક્રમે JIC 2019 ત્રણ દિવસીય સાયંટિક મલ્ટી-સિમ્પોસિયમ 4-5-6 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે. છેલ્લા 15 વર્ષથી યોજાતી આ કોન્ફરન્સમાં દર વર્ષે 2000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેતા હોય છે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=YmxrtybNnmw&feature=youtu.be[/youtube]
આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ દરેક પ્રતિનિધિઓ તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવું ઉંડુ શિક્ષણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. જે તેમની દૈનિક પ્રેક્ટિસ પર અસર કરશે.