અમદાવાદ: CAના વિદ્યાર્થીઓ માટે યોજાશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચ દ્વારા તા. 5 અને 6 જાન્યુઆરી 2019નાં રોજ આંતરરાષ્ટ્રીય સીએ સ્ટુડન્ટસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ધ કેપિટલ ક્લબ ઓ સેવન, શેલામાં યોજાનારી આ કોન્ફરન્સની થીમ ‘નોલેજ એન્ડ ટ્રેનીંગ વીથ એથિકલ ક્વોશન્ટ – પથવે ટુ પ્રોફેશનલ એક્સીલન્સ’ છે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://youtu.be/XIA2DLuEmkM[/youtube] તા. 5 જાન્યુઆરી, 2019નાં રોજ સવારે 9:30 કલાકે આરંભિક સત્રનો આરંભ થશે અને ત્યારબાદ વિવિધ નિષ્ણાતો દ્વારા વિશેષ અને ટેક્નિકલ સેશન્સ લેવામાં આવશે.
ટેક્સેશન નિષ્ણાત તરીકે ખ્યાતિ ધરાવતા ડો. ગિરીશ આહુજા કેટલાક સેશન્સનાં ચેરમેન તરીકે રહેશે. આ ઉપરાંત કોર્પોરેટ લોઝ પરનાં જ્ઞાન માટે શ્રી એમ આર ઉમરજી પણ ઉપસ્થિત રહેશે. તે સિવાય ઈન્ટરનેશનલ સીએ સ્ટુડન્ટસ કોન્ફરન્સમાં સાફા દેશો જેમકે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશનાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. ઈન્ટરનેશનલ સીએ સ્ટુડન્ટસ કોન્ફરન્સમાં તા. 5 જાન્યુઆરી 2019નાં રોજ કલરંગ 2019 નામનાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.