અમદાવાદ: રોંગ સાઇડમાં વાહન ચલાવો છો તો થશે આ દંડ
અમદાવાદ ટ્રાફિક પોલીસની આવતીકાલથી રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ થવા જઇ રહી છે.હવેથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા પહેલા ચેતજો. રોંગ સાઈડમાં વાહન ચલાવનારના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
જેમાં કલમ 279 અને 184 પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવશે. નિયમ ભંગ બદલ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાશે. તેમજ ગંભીર ગુનામાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ થશે. અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી ટ્રાફિક વિભાગ અને આરટીઓ હવેથી રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરશે. રોંગ સાઈડ પર ચલાવતા વાહન ચાલકો પર 279 અને 184 પ્રમાણે ગુન્હો દાખલ કરવામાં આવશે. અને ત્યારબાદ લાયસન્સ રદ કરવામાં આવશે.
ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વ્યક્તિને ટ્રાફિક પોલીસ આરટીઓ કચેરી લઇ જશે અને ત્યાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસને સાંભળ્યા બાદ લાયસન્સ જપ્ત થશે. ગંભીર પ્રકારનાં ટ્રાફિક નિયમનાં ભંગમા પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.