અમદાવાદ
અમદાવાદ: ગુજરાત યુનિનર્સિટી અને ઈન્ડિયન આર્મી વચ્ચે કરાર
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ઈન્ડિયન આર્મી ડિઝાઈન બ્યૂરોનું એક્સેલંસ સેન્ટર સ્થાપિત કરવલામાં આવશે. જેને લઈને ગુજરાત યુનિનર્સિટી અને ઈન્ડિયન આર્મી વચ્ચે ટેક્નોલોજી, ટેક્નિકલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અને ઉચ્ચ શિક્ષણને લઈ કરાર થયા છે. લેફ્ટિનેટ જનરલ ઢિલ્લને જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી સાથે થયેલા કરારથી વિદ્યાર્થીઓને રિસર્ચમાં વધુ લાભ થશે. વિદ્યાર્થીઓના રિસર્ચ અને ટેક્નોલોજીનો ઉપયોગ ઈન્ડિયન આર્મી હથિયાર અને મેન્યુફેક્ચર્સના કામોમાં કરશે.
કરાર દરમિયાન એબીડી પ્રમુખ મેજર જનરલ એ.કે. ચન્નન, GU વાઈસ ચાન્સલર ડો. હિમાંશુ પંડ્યા, લેફ્ટિનેટ જનરલ કે. જે. એસ. ઢિલ્લન, કુલસચિવ પી.એમ. પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.