અમદાવાદ: ફ્રેન્ડ્સ પ્રજા ગ્રુપ દ્વારા અનોખી રીતે કરાઇ જન્મદિવસની ઉજવણી
“‘ફ્રેન્ડ્સ પ્રજા ગૃપ'” – જે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. કહેવા પુરતુ કહીએ તો આ એક માત્ર વોટ્સએપ ગૃપ છે, પરંતુ વોટ્સએપમાં માત્ર ઞુડ મોર્નિંગ કે ગુડ નાઈટ કે નેગેટીવ મેસેજો નહી પણ માત્ર ને માત્ર સારી, સુંદર અને સામાજીક પ્રવૃતિઓ કરતો આ એક “પ્રજા પરિવાર” છે.
પ્ર એટલે પ્રવૃત્તિ અને જા એટલે જાગૃતિ… અર્થાત જે ગૃપ સતત પ્રવૃત અને જાગૃત છે.. એ પ્રજા ગૃપ છે.
વય ભેદ, જ્ઞાતિ ભેદ, જાતિ ભેદથી પર એવા ફ્રેન્ડ્સ પ્રજા ગૃપમાં ૨૫ થી ૭૫ વર્ષની ઉંમર ધરાવતા તથા અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, મુંબઈ, બરોડા, રાજકોટ, સુરત, વાપી, અંકલેશ્વર, મહેસાણા, કડી તેમજ અમેરીકા, લંડન જેવા શહેરોના મળી અલઞ અલઞ ક્ષેત્રના ૮૧ મેમ્બર કાર્યરત છે કે જેઓ સરકારી ઓફીસર, ડોક્ટર, કલાકાર, માર્કેટિંગ પર્સન, વકીલ, કવિ, પત્રકાર, બિઝનેસમેન, ક્લબ / હોટલ, ઉદ્યોગ સાહસિક, બિલ્ડર, કોન્ટ્રાકટર વિગેરે મેમ્બરો છે.
નાટ્ય તથા ફિલ્મ ક્ષેત્રે નામના મેળવનાર જાણીતા કલાકાર તથા દિઞદર્શક પ્રકાશ જાડાવાલા ‘પ્રજા’ દ્વારા ૨૦૧૩માં આ ગૃપની શરુઆત કરવામાં આવી. સતત ધબકતું રહેલુ આ ગૃપ અનોખી રીતે પોતાના પરિવારના સારા નરસા પ્રસંગોએ બ્લડ ડોનેશન, ઞરીબ પરિવારોને ધાબળા, ચીકી, નાસ્તો, જમવાનું, કપડા વિઞેરે, વૃક્ષારોપણ જેવી સામાજિક પ્રવૃતિઓ થકી સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવી ઉજવણી કરે છે. ગઇ તા ૧૯ જાન્યુઆરીએ ફ્રેન્ડઝ પ્રજા ગૃપ ગૃપના ૬ સભ્યો 1. પ્રજા ( પ્રકાશ જાડાવાલા) 2. અલ્પા બારડ 3. આનંદ વાછાણી 4. દિલિપસિંહ ઝાલા 5. નિશિતા શાહ 6. આશિષ શાહના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે અમદાવાદના અપંગ માનવ મંડળ ખાતે આશરે ૩૦૦ થી વધુ દિવ્યાંગ બાળકો માટે મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.
https://www.youtube.com/watch?v=TUpMEvn0RPQ&feature=youtu.be
આ ઉજાણી અંતર્ગત ૩૦૦ બાળકોને મીઠાઇ વહેંચીને કરવામાં આવી હતી. સાથોસાથ સમ્રાટ નમકીનના શ્રી જયશંકરભાઇ તથા ભાવિનભાઇ તરફથી આ ૩૦૦ બાળકોને સૂકાનાસ્તાનું પેકેટ પણ આપવામાં આવ્યુ હતું. પ્રજા પરિવાર દ્વારા યજમાનો તરફથી અપંગ માનવ મંડળના ૩૦૦ બાળકો માટે ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી બંકીમ પાઠક, શ્રી જીગ્નેશ પટેલ, મંતવ્ય ચેનલ, શ્રી દેવાંગ ભટ્ટ GTPL ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે અતિથિ વિશેષ તરીકે શ્રી દિગંત સોમપુરા ( મંતવ્ય ચેનલ),શ્રી મિત આનંદ દોશી ( ઇન કેબલનેટ) ઉપસ્થિત રહ્યા હતા.લોકપ્રીય ગાયિકા શ્રી રીટા દવે (ઇન્ટરનેશનલ સીંગર) સાથે શ્રી પ્રકાશ તેલીજી અને ડુપ્લીકેટ દેવાનંદ જેવા પ્રખ્યાત કલાકારોએ ગીત સંગીત દ્વારા જોમ જુસ્સો સર્જીને દિવ્યાંગોને નાચતા-કૂદતા કરી દીધેલા.
પ્રસંગને અનુરૂપ ભોજન શ્રી કમલેશ ઉપાધ્યાય ( ઉપાધ્યાય કેટરર્સ, ગાંધીનગર) તથા અપંગ માનવ મંડળના બાળકો માટે નાસ્તાનું સૌજન્ય શ્રી જયશંકરભાઇ, શ્રી ભાવિનભાઇ, સમ્રાટ નમકીન દ્વારા થયું તો ઇવેન્ટ માટે લાઇટીંગ સૌજન્ય શ્રી મિતેશભાઇ ભાવસાર ( સંસ્કૃતિ ઇવેન્ટસ)નું રહ્યું હતુ જે બદલ તેમના આભારી છીએ. આવા સમાજોપયોગી સદ્દકાર્ય માધ્યમે પ્રજા ફ્રેન્ડઝ ગ્રુપ એવો સંદેશ આપે છે કે, સોશીયલ મીડિયા સાથે સંકળાયેલા સજ્જનો, સન્નારીઓ પણ રાષ્ટ્ર નિર્માણમાં જરૂરી એકતા માટે તન, મન, ધનનો સાચા રસ્તે રોટી, કપડાં, મકાન અને સમરસતા ને એકાત્મતા પ્રતિ સર્જનાત્મકતા પ્રસરાવી જ શકાય છે.