અમદાવાદ: સીવીલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓનો પડતર માંગણીને લઇને ઉગ્ર દેખાવો
અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓએ આજે ઉગ્ર દેખાવો કરી તેમની પડતર માંગણીઓ પુરી કરવા કાર્યક્રમ યોજ્યો હતો.
અમદાવાદ સીવીલ હોસ્પિટલને અદ્યતન નવું રંગ-રૂપ આપવામાં આવી રહ્યું છે. પરંતુ વર્ષોથી સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું કોન્ટ્રાકરો દ્વારા શોષણ કરાતું હોવાની બાબતને લઇને સફાઇ કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા અને ડે.સીએમ નીતીન પટેલ પણ આજે સીવીલ હોસ્પિટલમાં નીરિક્ષણ અર્થે હાજર હતા. ત્યારે સફાઇ કર્મચારીઓએ તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ દ્વારા તમામ સફાઇ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=frsCf71Nz60&feature=youtu.be
જેમા પોલીસ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના બનાવ બન્યા હતા. આ અંગે નીતીન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક પગલા લેવામાં આવશે.