
અમદાવાદના રખિયાલમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આઝાદ ચોક પાસે ધવલ એસ્ટેટના કર્મચારી સાથે 6 લાખની લૂંટ ચલાવી બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે ક્રાઈમ બ્રાન્ચે રખિયાલ લૂંટનો ભેદ ઉકેલ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજય ગાગડેકર અને પ્રફુલ્લ ગારંગે નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે 5.65 લાખના મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

