Site icon Time News

Ahmedabad: કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ, પ્રિયંકાની ગેરહાજરીની ચર્ચા

64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન અને CWC (કોંગ્રેસ વર્કીંગ કમિટી)ની બેઠકમાં હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે.CPP અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ એરપોર્ટથી સીધા હોટલ હયાત પહોંચ્યા હતા અને ત્યાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સહિત ત્રણેય નેતા CWC બેઠક માટે સરદાર સ્મારક પહોંચી ગયા છે. જ્યાં રાહુલ ગાંધી ખડગેનો હાથ પકડીને સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે લઈ ગયા હતા.

ત્રણેય નેતાઓ સૌપ્રથમ મ્યુઝિયમમાં ગયા હતા અને હવે થોડીજ વારમાં CWC બેઠક શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાની ગેરહાજરીની લોકોમાં ચર્ચા છે. રાહુલ, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. સોનિયા ગાંધી ગ્રીન કલરની લીનનની સાડી પહેરીને આવ્યા છે. મેમોરિયલની મુલાકાત લઈને ત્રણેય નેતા મંડપમાં મિટિંગ માટે ગયા છે. અશોક ગેહલોત, સચિન પાયલોટ, હરીશ રાવત, પી.ચિદમ્બરમ સહિતના નેતાઓ CWC બેઠક માટે સરદાર સ્મારક ખાતે પહોંચ્યા છે.

આ પણ વાંચો, Ahmedabad: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની આજે બેઠક, પ્રિયકા ગાંધી અધિવેશનમાં હાજરી નહીં આપે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version