અમદાવાદ : વી.એસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
અમદાવાદા ખાતે આવેલી વી.એસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શહેરના ટાઉનહોલ પાસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=7hZZz9bGizk&feature=youtu.be[/youtube]
વી.એસ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે તેના ખાનગીકરણ સામે કોંગ્રેસ દ્વારા વોર્ડ દિઠ વિરોધના કાર્યક્રમો કરવામાં આવે છે. આ સંદર્ભે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે સહિ ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાન્ત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વી.એસ હોસ્પિટલનું 17 મી તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ વડાપ્રધાન ઉદ્ધાટન પ્રસંગે કાળા પતંગ ચઢાવીને કાળા ફુગ્ગા ઉડાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.