અમદાવાદ

અમદાવાદ: સીએમ રૂપાણીએ ખાડિયામાં ઉજવી ઉતરાયણ, પત્ની અંજલીબહેને પકડી ફીરકી

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખાડિયા વિસ્તારમાં પત્ની અંજલિ રૂપાણી સાથે ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણના રંગે રંગાયેલા રૂપાણીએ હેટ અને બ્લેક ગોગલ્સ સાથે પતંગ ચગાવ્યો હતો. જો કે તેમની ફીરકી પત્ની અંજલિ રૂપાણીએ પકડી હતી.

https://www.youtube.com/watch?v=-QD9Br1txKE&feature=youtu.be

સીએમ વિજય રૂપાણીએ ખાડિયામાં ભૂષણ ભટ્ટનાં ઘરે પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ ઉજવણીમાં પત્ની અંજલીબેન રૂપાણી , મેયર બિજલ પટેલ અને ભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં. ખાડિયાની આ ઉજવણીમાં વિદેશનાં ખાસ મહેમાનો પણ હાજર રહ્યાં હતાં. તેમણે પણ અમદાવાદનાં પતંગોત્સવની મજા માણી હતી.

સીએમ આવવાનાં કારણે તે વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગયા વર્ષે પણ તેઓએ ખાડિયામાં ભૂષણ ભટ્ટનાં ઘરે જ પતંગોત્સવ ઉજવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button