નવ નિર્મિત અમદાવાદ સીવીલ હોસ્પિટલનું ડે.સીએમ નિતીન પટેલે કર્યું નિરીક્ષણ
અમદાવાદ સીવીલ હોસ્પિટલના અદ્યતન સુવિધાઓ સાથેના નવા બિલ્ડીંગનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે ડે. સીએમ નીતિન પટેલે મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું.
અમદાવાદ સીવીલ હોસ્પિટલના નવા મકાનમાં 1200 બેડની સુવિધા છે. એશિયામાં ક્યાંય ન હોય તેવા અદ્યતન આધુનિક સાધનો સીવીલ હોસ્પિટલ માટે ખરીદવામાં આવ્યા છે. આ નવ નિર્મિત હોસ્પિટલનું નિર્માણ કાર્ય લગભગ પુરુ થઇ ગયું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂનમ ચંદ પરમાર આઇએસ આરોગ્ય વિભાગનાઓએ સીવીલના ડીન એમ.એમ.પ્રભાકરે સાથે સમગ્ર હોસ્પિટલનું નીરિક્ષણ કર્યુ હતુ અને જે-તે વિભાગના વડાઓ સાથે મળીને સુવિધાઓ અંગે ચર્ચાઓ કરી હતી.
https://www.youtube.com/watch?v=n50OiqZNmTg&feature=youtu.be
નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં આ હોસ્પિટલનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે તેમજ તેના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજે વર્લ્ડ કેન્સર ડેના દિવસે યુવાનોને નશામુક્ત રહેવા માટે પણ અનુરોધ કર્યો હતો.