Site icon Time News

Ahmedabad: GTU ITR ખાતે ફાઉન્ડ્રી તાલીમાર્થીઓ માટે સમારોહ યોજાયો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી – ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (GTU-ITR) ખાતે ૩ જૂન ૨૦૨૫ના રોજ GTU-AIA ફાઉન્ડ્રી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં બેચ-2 (ડિગ્રી) ઉદ્ઘાટન અને બેચ-1 (ડિપ્લોમા)ના વિદાય સમારોહનું આયોજન કર્યું હતું.

આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુ યોશીડા (ડિરેક્ટર જનરલ, JETRO અમદાવાદ) અને સટોરુ એદા, સચિતા ઓઝા ( JETRO અમદાવાદ), ચેતન શાહ (બિઝનેસ હેડ, AIA એન્જિનિયરિંગ લિમિટેડ), ડૉ. કે. એન. ખેર (કુલસચિવ, GTU), ડૉ. કેયુર દરજી (ડેપ્યુટી રજિસ્ટ્રાર, GTU) ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડ્રી તાલીમના પ્રથમ બેચમાં ૮ વિદ્યાર્થીઓને રૂ. ૧૮,૦૦૦ માસિક સ્ટાઇપેન્ડ સાથે તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ૨૧ મેલ્ટિંગ અને કાસ્ટિંગ પ્રક્રિયાઓમાં ૪ ટન ધાતુ રિસાયકલ અને ૬ ટન રેતી રિક્લેઈમ થઈ. AIA ખાતે નોકરી માટે 08 માંથી 06 તાલીમાર્થીઓની પસંદગી થઈ હતી,. નવી તાલીમાર્થીઓની પસંદગી, સમગ્ર ગુજરાતમાંથી ૧૧ વિદ્યાર્થીઓની પસંદ કરવામાં આવી છે. તેમને ચાર મહિના માટે દર મહિને ૧૮૦૦૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.આ ઉદ્યોગ અને સંસ્થાના સહયોગ માટે AIA એન્જિનિયરિંગ સ્ટાફના તમામ સભ્યોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ તાલીમમાં પ્રશાંત ફણસાલકર, હેગડે, એ. કે. પટેલ, પ્રશાંત કુલકર્ણી, રાજેશ ગોહિલ જેવા AIA એન્જિનિયરિંગ ના સભ્યોના સતત પ્રયાસોનો સમાવેશ થાય છે. GTU-ITR સ્ટાફ ડૉ. વિવેક પટેલ, ડૉ. પીયૂષ મિયાણી, GTU AIA ફાઉન્ડ્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રના સ્ટાફ ચૌહાણ હેમંત, ડૉ. નિકુંજ પટેલ, જય પટેલે GTU-ITR ના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ વિભાકર સાહેબ ના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ખૂબ જ સારું યોગદાન આપ્યું. GTU ના માનનીય વાઇસ-ચાન્સેલર ડૉ. રાજુલ કે. ગજ્જર મેડમ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર સાહેબે આ સંસ્થાની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો, http://Kadi-Visavadar by-election: ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, લિસ્ટમાં ભૂપેન્દ્ર પટેલથી લઇને…!

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version