કેબલ ઓપરેટરો સરકાર અને બ્રોડકાસ્ટર સામે લડી લેવા તૈયાર
ટ્રાય દ્વારા તાજેતરમાં કેબલ ઇન્ડસ્ટ્રીમાં જે નવા નિયમો અને નિર્ણયો જાહેર કરાયા છે. તેના વિરોધમાં અમદાવાદ ખાતે ગુજરાતના તમામ કેબલ ઓપરેટરોએ મીટિંગ યોજી હતી.
વર્ષોથી કેબલ ટીવીને રોજી રોટી બનાવીને ગુજરાન ચલાવતા ગુજરાત સહિત દેશભરમાં કેબલ ઓપરેટનરોને ડામી દેવાના આશયથી સરકાર દ્વારા ટ્રાયના મારફતે નવા નાવ નિયમો જાહેર કરાયા છે. જેથી કેબલ ઓપરેટરો અને દર્શકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.
ટ્રાય દ્વાર તાજેતરમાં જાહેર કરાયેલા નવા નિયમોના વિરોધમાં આજે અમદાવાદના ટાઉનહોલ ખાતે ગુજરાતભરના કેબલ ઓપરેટરો એકઠા થઇને મીટીંગ યોજી હતી. આ મીટિંગમાં અગ્રણી કેબલ ઓપરેટરો સહિત નાના-મોટા દરેક કેબલ ઓપરેટરો હાજર રહ્યા હતા. અંહી મીટિંગમાં ટ્રાયના આ નિયમોને રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ આ માટે દરેક તાલુકા -જિલ્લાના ઓપરેટરો જે-તે જિલ્લાના કલેક્ટરને રજુઆત કરશે તે સિવાય તે લોકો સીએમને પણ આ અંગે રજુઆત કરશે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=ctNJ-FDN6OQ&feature=youtu.be&fbclid=IwAR35CJ0-b1jLmx26xb69IcnU9ZqtkibRqHOaG9q4ZZSATYEVoP61ErliLiU[/youtube]આ નિયમના વિરોધમાં 29 ડિસેમ્બરથી રાજ્યભરમાં કેબલ ટીવી બ્લેક આઉટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.