Site icon Time News

Ahmedabad: મણિનગરમાં ઘરફોડ ચોરીનો મામલો, પોલીસે 5 કલાકમાં ગુનો ડિટેક્ટ કર્યો, 5 દિવસમાં 15 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સોંપ્યો

અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી, વ્રજરાજ બેંગલોઝ ખાતે રહેતા અને પ્લાયવુડનો વેપાર કરતા ફરિયાદી દર્શિલ કેતનભાઈ ઠક્કરના રહેણાંક મકાનની ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી, અજાણ્યો આરોપી બેડરૂમમાં ડ્રેસિંગ રૂમના કબાટ તથા તિજોરીમાં રાખેલી રોકડ રકમ રૂ. 1,76,000/- રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. 13,96,000/- ની ચોરી કરી નાસી જતા, ફરીયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા, મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારાની ધરપકડ કરી, મણિનગર પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. 13,96,000/- નો મુદ્દામાલ ઉપરાંત એક સોનાની ચેઇન, સોનાનું પેંડલ અને ડાયમંડ બુટ્ટી સહિત રૂ. 2,00,000/- સહિત કુલ રૂ. 15,96,000/- કબજે કર્યો હતો. મણિનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીની ફરિયાદમાં લખાવેલ મુદામાલ ઉપરાંત ચોરી થયેલ આશરે બે લાખનો મુદામાલ પણ શોધી કાઢવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે પોતાના ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝન ના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ, પીએસઆઈ પી.આર.પરમાર તથા સ્ટાફ દ્વારા ફરિયાદીને સામેથી બોલાવી, નામદાર કોર્ટમાં અરજી કરાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા અભિપ્રાય સહિતની કાર્યવાહી કરવામાં આવતા, ચોરી થયાને 05 દિવસની અંદર ઘરફોડ ચોરીમાં ગયેલ માતબર રકમનો મુદ્દામાલ ફરિયાદીને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, ડીસીપી ઝોન 06 શ્રી રવિ મોહન સૈની, જે ડિવિઝન ના એસીપી પ્રદીપસિંહ જાડેજા, કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, સહિતના તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે માત્ર 05 દિવસમાં ફરિયાદીને માતબર રકમના સોના ચાંદીના દાગીના પરત કરવામાં આવતા, ફરિયાદી તથા તેની માતા ભાવ વિભોર થયા હતા અને વારંવાર મણિનગર પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ઘરફોડ ચોરી થયા બાદ આટલા 05 દિવસ જેટલા ટૂંકા સમયમાં પોતાના ડાયમંડ સોના ચાંદીના દાગીના પરત મળ્યા હોય, એવી આ કદાચ પ્રથમ ઘટના હોઈ, અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.

આ પણ વાંચો, Gandhinagar: ગાંધીનગરમાં PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠક યોજાઈ, સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/featured

Exit mobile version