અમદાવાદ: ભાગવત કથા નિમિત્તે 1100 મહિલાની કળશ યાત્રા
દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના સંસ્થાપક અને સંચાલક પ.પૂ. ગુરુદેવ આશુતોષ મહારાજજી દ્વારા વિવિધ ધાર્મિક તેમ જ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કથાની પૂર્વ સંધ્યાએ શનિવારે બપોરે 2.30 વાગ્યે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કળશયાત્રામાં 1100 મહિલાઓ જોડાઈ હતી. આ શોભાયાત્રા શનિવારે શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ કથા સ્થળથી શરૂ થઈને પ્રગતિનગર BRTS બસસ્ટેન્ડ પાસે થઈ નારણપુરાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. કળશયાત્રાનો શુભારંભ સામાજિક કાર્યકર્તા અને વકીલ સોનલબેન જોશી, દિલીપ પબાણી, વજુભાઈ વઘાસિયા, પુષ્પા બિંદલ તેમજ જ્યોતિપ્રસાદ ચિરિપાલે કરાવ્યો હતો. આ શ્રીમદ્ ભાગવત કથા 23થી 30 ડિસેમ્બર સુધી યોજાવાની છે.
આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાનના ગાયોના સંવર્ધન અને સંરક્ષણ હેતુ ચલાવવામાં આવતા પ્રકલ્પ કામધેનુની સહાયતા કરવાનો છે. આ કથાના ભાગરૂપે 22મી ડિસેમ્બરે કળશ યાત્રા નીકાળવામાં આવી હતી.