Site icon Time News

Ahmedabad: અમદાવાદ મંડળની સાંસ્કૃતિક ટીમે ઈન્ટર ડિવિઝન રેલ્વે સાંસ્કૃતિક નાટક સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

તાજેતરમાં ઈન્ટર રેલવે સાંસ્કૃતિક નાટક સ્પર્ધા મહોત્સવનું આયોજન પ્રયાગરાજમાં કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતીય રેલવેના પ્રાદેશિક અને એકમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમદાવાદ ડિવિઝને પશ્ચિમ રેલવે નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં કુ.અંકિતા હિરે, આસિસ્ટન્ટ લોકો પાયલટ ગાંધીધામના ને “શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી” (બેસ્ટ સપૉર્ટિંગ એકટ્રેસ) નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ પહેલા અમદાવાદ મંડળની સાંસ્કૃતિક ટીમે પશ્ચિમ રેલવેમાં ઈન્ટર ડિવિઝન સાંસ્કૃતિક નાટક સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સાથે જ અમદાવાદ મંડળને બેસ્ટ ડાયરેક્ટર – શ્રીમતી ચારુલતા ટાલે,મુખ્ય કલ્યાણ નિરીક્ષક, બેસ્ટ એક્ટ્રેસ – શ્રીમતી કુસુમ ચૌબે, એ.એલ.પી./અમદાવાદ, બેસ્ટ બેકગ્રાઉન્ડ સાઉન્ડ – શ્રી અનુપકુમાર,પીપી-સાબરમતી અને શ્રી મની કે, એમ.સી.એફ.-સાબરમતી અને બેસ્ટ એક્ટ્રેસ જ્યુરી- કુ.અંકિતા હિરે, આસિસ્ટન્ટ લોકો પાયલટ-ગાંધીધામ ને પણ એવોર્ડ મળ્યો હતો.

તારીખ 19.03.2025 ના રોજ, ડિવિઝનલ રેલવે મેનેજર, શ્રી સુધીર કુમાર શર્માએ બધા કલાકારોને બોલાવીને તેમની સાથે મુલાકાત કરી અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર સાથેની મુલાકાતના સમયે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો, Gandhinagar: રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં 450 યુવાઓની નિમણૂક, CMના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version