SCના નિર્ણય બાદ રાફેલ મામલે આજે કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહાર
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પૂર્વ મહસચિવ ઓમ પ્રકાશજી આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી. રાફેલ ઘોટાળાને ભારતનો સૌથી મોટો ઘોટાળો ગણાવ્યો હતો. તેઓએ મોદી સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે રાફેલ એ મોદી સરકારનો સૌથી મોટા ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, મોદી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની સામે અસત્ય કઠન મામલા આપીને સંસદના વિશેષાધિકારનું ઉલ્લંઘન કર્યું છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
આ ઘોટાળામાં સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવા, દેશહિત સાથે સમજુતી કરવા, દેશની સુરક્ષાને કમજોર કરવા, સરકારી કંપનીને નુકસાન પહોંચાડીને પોતાના પુંજીપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા આ કૃત્ય કર્યું છે. રાફેલના કારણે સરકારી ખજાનાને 41205 કરોડનું નુકસાન થયું છે. તેમજ 30 હજાર કરોડ રૂપિયાના ‘ઑફસેટ’ કોન્ટ્રાક્ટ, પીએસયુ- હિન્દુસ્તાન એયરોનૉટિક્સના લિમિટેડને હાથમાંથી લઇને અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ કંપનીને આપી દેવામાં આવ્યું છે. તે સહિતના મુદ્દાઓને લઇને તેઓએ આજે સરકાર પર આક્ષેપો કર્યા હતા.