Site icon Time News

Ahmedabad: ઈસનપુરમાં સોલારનું કામ કરવા આવેલા યુવકે વૃધ્ધના ખાતામાંથી 25 હજાર ઉપાડી લીધા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો

ઇસનપુરમાં રહેતા અને નિવૃત કોર્ટના કર્મચારીએ પોતાના ઘરે સોલારનું કામ કરવા બોલાવેલા યુવકે નજર ચૂકવીને 25 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે ગુનો નોંધાતા ઇસનપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ વૃધ્ધના પૈસા પરત અપાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રભુ. બેંગલોઝમાં રહેતા અને નિવૃત કોર્ટના કર્મચારી, કે જેઓ હાલ વકીલાત કરે છે, તેવા સિનિયર સિટીઝન દ્વારા પોતાના ઘરે સોલારનું કામ કરવા માટે એક યુવાનને બોલાવ્યો હતો. આ યુવાન દ્વારા ખર્ચ પેટે રૂપિયા માંગતા, સિનિયર સિટીઝને મોબાઇલમાંથી ટ્રાન્સફર કર્યા હતા. આ યુવાન પાસે મોબાઇલની વિગત આવી જતા, તેને સિનિયર સિટીઝનના વધુ રૂ. 25,000/- પણ ટ્રાન્સફર કરી લીધેલા અને રફુચક્કર થઈ ગયો હતો. હાલમાં નિવૃત જીવન ગુજારતા પેન્શનર માટે આ રકમ મોટી હતી, યુવાને ફોન બંધ દીધો હતો. સદગૃહસ્થ મૂંઝાયેલા અને જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા ને રૂબરૂ મળી, રજૂઆત કરતા, આ બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપતા, ઈસનપુર પાલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા મોબાઇલ નંબર આધારે તપાસ કરી, માત્ર બે જ દિવસમાં યુવાનને શોધી, પોલીસની ભાષામાં સમજાવતા અને છેતરપિંડી અંગે ગુન્હો દાખલ કરવા તૈયારી કરતા, યુવાન દ્વારા તાત્કાલિક રૂ. 25,000/- સિનિયર સિટીઝનના ખાતામાં જમા કરાવી દીધા હતા. આર્થિક સંકળામણ અનુભવતા સરકારી નિવૃત કર્મચારીએ પોતાના રૂપિયા તત્કાલિક પરત આવતા, અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો, અંબાલાલ પટેલની મોટી રાજકીય આગાહી, આ તારીખ પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version