અમદાવાદ
અમદાવાદ: વાડજમાં ગાળો બોલવાની ના પાડનાર વૃદ્ધની કરાઇ હત્યા
જુના વાડજમાં આવેલા તુલસીનગરમાં નાથાભાઈ બડઘા(ઉ.વ.68) વૃદ્ધની હત્યા કરાઈ છે. મતૃક વૃદ્ધ બુધવારે રાત્રે તેમના ઘર પાસે બેઠા હતા ત્યારે એક મહિલા સહિત ચાર લોકો હથિયાર સાથે આવી વૃદ્ધના ઘર પાસે ગાળાગાળી કરતા હોઈ ગાળો બોલવાની ના પાડતા માર માર્યો હતો.
ત્યાર બાદ રાત્રે તેમના ઘર બહાર બેઠા હતા ત્યારે બાજુની સોસાયટીમાં રહેતા સંજય ઉર્ફે પાયલોટ ચૌહાણ, જીતુ ચૌહાણ, અમિય ઉર્ફે બોમ્બેયો અને ભાવના સંજય ચૌહાણે નાથાભાઈને લાકડીઓ વડે માર માર્યો હતો. આ મારામારીની ફરિયાદ માટે મૃતક નાથાભાઈ પુત્રો સાથે વાડજ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં જ તેઓ બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતાં.
આ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વાડજ પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો નોંધી તેઓની અટકાયત કરી છે.