અમદાવાદ
અમદાવાદ: ઇસનપુર ચંડોળા તળાવના ઝૂપડા પાસે લાગી આગ, આગ લાગવાનું કારણ અકબંધ
શહેરમાં અવાર નવાર અગમ્ય કારણોસર આગ લાગવાના બનાવો બનતા રહે છે. જ્યારે આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલા ત્રણથી ચાર ઝૂપડામાં આગા લાગવાની ઘટના બની છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ ઇસનપુર રોડ સીરાજ નગર ગરીબ નવાઝ મસ્જિદ,પાર્કિંગ પાસે અચાનક આગ લાગવાથી દોડધામ મચી જવા પામી હતી. જોકે આગને કારણે 5થી વધારે ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
જોકે, આગ લાગવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી. તેમજ આગને કારણે કોઈ જાનહાનિ પણ થઇ નથી. પરંતુ હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે.