અમદાવાદ
અમદાવાદ: ઈસરોમાં આગ લાગી, 5 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવાયો
અમદાવાદના ઈસરોમાં આગની ઘટના બની હતી. ઈસરોના સ્ટોર રૂમમાં આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાલ ઈસરોમાં પહોંચી ગયા છે. 5 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.
ગત મે 2018 માસમાં પણ ઈસરોમાં આવેલી એન્ટેના ટેસ્ટિંગ લેબના યૂ ફોર્મમાં આગ લાગી હતી અને તે ખૂબ જલદી ફેલાઈ ગઈ. 25 ફાયર ફાઈટર અને 75 જવાનોની મદદથી ભારે જહેમત આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં CRPFના એક જવાનને ધૂમાડાની અસર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.