અમદાવાદ
અમદાવાદ: સિંગરવા નજીક બિલેશ્વર એસ્ટેટમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ
અમદાવાદમાં અવારનવાર આગ લાગવાના બનાવ સામે આવતા રહે છે. ત્યારે આજે સિંગરવા નજીક બિલેશ્વર એસ્ટેટમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. જેને પગલે 10 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ સિંગરવા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. જેને લઇને ફાયરવિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી. જોકે સમય રહેતા આગ પર કાબુ. 10 ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલ આગ લાગવાના પ્રાથમિક કારણ જાણવા મળ્યું નથી.