અમદાવાદ

અમદાવાદ: રેડ બુલ કાઈટ ફ્લાઈટ 2019ની 5મી આવૃત્તિ યોજાઇ

મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં રવિવાર, 13મી જાન્યુઆરી, 2019ના રોજ રેડ બુલ કાઈટ ફાઈટની પાંચમી આવૃત્તિની ફાઈનલ્સમાં પતંગબાજીનો જબરદસ્ત જોશ જોવા મળ્યો હતો. આકાશ વિવિધ રંગો અને આકારના પતંગોથી ઊભરાઈ ગયું હતું.

https://www.youtube.com/watch?v=a8eqZfSBvCw&feature=youtu.be

ખાસ કરીને વડોદરા, સુરત, જયપુર અને અમદાવાદમાં ક્વોલિફાયર વિજેતાઓએ બેસ્ટ કાઈટ ફ્લાયર ટાઈટલ જીતવા માટે સંઘર્ષ કર્યો હતો. આ ઉચ્ચ સ્પર્ધાત્મક વાર્ષિક પતંગ ઉડાવવાની સ્પર્ધામાં પતંગોના જંગમાં બેસ્ટ કાઈટ ફ્લાયર તરીકે ઊભરી આવ્યો હતો.

પારંપરિક પતંગ ઉડાવવાના તહેવારને સ્પર્ધાત્મક મેકઓવર આપતાં રેડ બુલ કાઈટ ફાઈટ 2019ની ફાઈનલ્સ અગાઉની આવૃત્તિઓમાં છેલ્લી માનવી- સ્થાયી હયાતિ ફોર્મેટનું પાલન કરે છે. પાંચ અલગ અલગ પ્રકારના પતંગો થકી પતંગ ઉડાવનારાઓ તે કઈ રીતે હાથ ધરે છે તેની કુશળતાઓની મર્યાદાઓની કસોટી કરવામાં આવી છે. રેડ બુલ કાઇટ ફાઇટની પ્રથમ આવૃત્તિ અમદાવાદમાં જાન્યુઆરી 2015 માં યોજાઈ હતી, જેમાં 350 થી વધુ સહભાગીઓએ ચેમ્પિયનશિપ ટાઇટલનો દાવો કરવા માટે ત્રણ દિવસના સમયગાળા દરમિયાન યુદ્ધ કર્યું હતું. રેડ બુલ કાઇટ ફાઇટની 2019 ની આવૃત્તિમાં દેશભરમાં ક્વોલિફાયર્સમાં 1000 કરતાં વધુ પ્રતિસ્પર્ધીઓ, 12 ફાઇનલિસ્ટ્સ જોવા મળ્યાં હતાં; દરેક શહેરમાંથી ત્રણ, ફાઈનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

કાઈટ ફાઈટ 2019ની 5મી આવૃત્તિની ફાઈનલ્સની જીત પર રોમાંચિત ‘વિશાલ સેન કહે છે, “રેડ બુલ કાઈટ ફાઈટ જેવી ઈવેન્ટનો હિસ્સો બનવાનું બહુ સારું લાગ્યું. તે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારને મહત્ત્વ આપે છે. આ સ્પર્ધા અત્યંત ગળાકાપ હતી, પરંતુ રેડ બુલ કાઈટ ફાઈટ 2019ની પાંચમી આવૃત્તિ જીતવાની મને ખુશી છે.” ચાર શહેરના સહભાગીઓએ તેમની પતંગ ઉડાવવાની કુશળતાની કસોટી કરી હતી. આ ખાતરીદાયક હવાઈ પતંગબાજીનો જંગ અમદાવાદમાં ભવ્ય પ્રદર્શનમાં પલટાયો હતો, જ્યાં દેશના ઉત્તમ કાઈટ ફ્લાયરો ઊમટી પડ્યા હતા. સર્વ 16 વધુ ઉંમરના સહભાગીઓ માટે ખુલ્લી રખાયેલી આ સ્પર્ધાના ક્વોલિફાયર રાઉન્ડ સુરત અને વડોદરામાં 5 જાન્યુઆરીના થયા હતા, જે પછી 6 જાન્યુઆરીના જયપુરમાં થયો હતો. અમદાવાદ સિટી ક્વોલિફાયર 13મી જાન્યુઆરી, 2019ના રોજ યોજાઈ હતી, જે પછી રાષ્ટ્રીય ફાઈનલ્સ યોજાઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button