અમદાવાદ

અમદાવાદ: 240 બગીચાની જાળવણી માટે નવેસરથી અપાશે કોન્ટ્રાક્ટ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના મોટાભાગના બગીચાની જાળવણી અમૂલ દ્વારા કરાય છે પરંતુ આ જાળવણીથી સત્તાવાળાઓને સંતોષ ન થતાં પીપીપી ધોરણે જે તે બગીચાને જાળવણી હેતુ ઇચ્છુક કંપની કે સંસ્થાઓ પાસેથી અરજી મંગાવાઇ છે. આમ વર્ષો બાદ તંત્રે બગીચાની જાળવણી મામલે ‘નવી ગિલ્લી નવો દાવ’ની નીતિ અજમાવી છે.

તંત્ર હસ્તકના બગીચાની યોગ્ય જાળવણી થતી ન હોવાથી તે અંગે વારંવાર ફરિયાદો ઊઠતી આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિગ કમિટીમાં પણ શાસક ભાજપના સભ્યોએ બગીચાની દુર્દશા અંગે તંત્ર પર વારંવાર પસ્તાળ પાડી છે. ચેરમેન અમૂલ ભટ્ટ પણ બગીચાની જાળવણીમાં કોઇ કચાશ બાકી નહીં રખાય તેવી જાહેરાત કરી ચુક્યા છે. જો કે હવે સત્તાવાળાઓએ આ મામલે વધુ ગંભીરતા દાખવી છે.

આમ તો તાજેતરમાં કેટલાક બગીચાની જાળવણીમાં બેદરકારી દાખવવા બદલ સત્તાવાળાઓએ અમૂલને નોટિસ ફટકારી છે. તો કેટલાક નવા બગીચાની જાળવણી અન્ય કંપનીને સોંપાઇ છે. બગીચામાં લોન, વોકવે, સ્વચ્છતા, સિક્યોરિટી વગેરેની ફરિયાદો અવારનવાર ઉઠતા તંત્ર દ્વારા ત્રણ મહિનામાં તમામ બગીચાને વ્યવસ્થિત કરવાની ચીમકી અપાઇ હોવાની ચર્ચા ઊઠી હતી. જો કે હવે તો સત્તાવાળાઓએ શહેરના તમામ નવા-જૂના ર૪૦ બગીચાઓની જાળવણી પીપીપી ધોરણે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button