અમદાવાદ

યુનિવર્સિટીઓની આંતરરાષ્ટ્રીય રેન્કિંગ સિસ્ટમમાં જોડાવા GTUના કરાર

 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી યુનિવર્સિટીઓની આંતરરાષ્ટ્રીય રેન્કિંગ સિસ્ટમમાં જોડાવા માટે ભારતીય શિક્ષણ મંડળ સંચાલિત રિસર્ચ ફોર રિસર્જન્ટ ફાઉન્ડેશન સાથે કરાર કર્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે વિશ્વમાં યુનિવર્સિટી રેન્કિંગ માટે અનેક વ્યવસ્થા મોજુદ છે. વિદેશમાં એક જ કેમ્પસ ધરાવતી યુનિવર્સિટીઓ છે, જ્યારે ભારતની યુનિવર્સિટીઓમાં એફિલીયેશન એટલે કે એક યુનિવર્સિટી સાથે વિવિધ વિસ્તારોમાં કાર્યરત કૉલેજો સંલગ્ન હોય છે. જેથી વિદેશી યુનિવર્સિટીઓ કરતાં સારી કામગીરી કરી રહેલી યુનિવર્સિટીઓ રેન્કિંગ વ્યવસ્થામાં પાછળ રહી જાય છે.

 

 

આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય શિક્ષણ મંડળ તરફથી ગ્લોબલ યુનિવર્સિટી રેન્કિંગ યુટીલીટી (ગુરૂ) સિસ્ટમ શરૂ કરાશે. તેમાં આઇઆઇટી, એનઆઇટી સહિત 60થી વધુ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ કરાર પર સહી સિક્કા કરી ચૂક્યા છે. જે ભારતીય શિક્ષણ મંડળ વતી જીટીયુ સાથે કરાર કરનાર મુકુલ કાનિટકરે જણાવ્યું હતું કે ગુરૂ રેન્કિંગ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓના માતાપિતા અને ઉદ્યોગના પ્રતિભાવો પણ ગણતરીમાં લેવાશે.

 

 

વિદેશમાં જેમ વિદ્યાર્થીઓમાં પ્રેક્ટીકલ કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે તેવી જ વ્યવસ્થા ભારતમાં પણ થવી જોઈએ. આ અવસરે ભારતીય શિક્ષણ મંડળના ડૉ. રાજેશ બેનિવાલ, રાજેન્દ્ર પાઠક, વિશિષ્ટ પાંડે અને રાજગોપાલન સુબ્રમણ્યમ સહિતનું પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહયું હતું. અને જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ એસ.ડી.પંચાલે સૌનું સ્વાગત કર્યું હતું. સાથે જ આભારવિધિ પણ જીટીયુના આઈપીઆર વિભાગના ઈન્ચાર્જ અમિત પટેલે કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button