National

હજારો વર્ષ બાદ નાલંદા વિશ્વવિદ્યાલય નવા રંગરૂપમાં થઇ પ્રસ્થાપિત, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મને ખુશી છે કે મને 3જી વખત પીએમ તરીકે શપથ લીધા પછી 10 દિવસમાં નાલંદાની મુલાકાત લેવાની તક મળી…નાલંદા માત્ર એક નામ નથી, તે ઓળખ છે, સમ્માન છે, એક મૂલ્ય છે..મંત્ર છે.. આગની લપેટો પુસ્તકોને બાળી શકે છે પરંતુ તે જ્ઞાનને નષ્ટ કરી નથી શકતી.”

આગળ પીએમએ કહ્યું કે”નાલંદાનું પુનઃનિર્માણ ભારતના સુવર્ણ યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે…આ નવું કેમ્પસ, વિશ્વને ભારતની ક્ષમતા એક અલગ પરિચય આપશે”

પીએમ નરેન્દ્ર મોદી બુધવારે વહેલી સવારે વારાણસીથી સીધા નાલંદા પહોંચ્યા હતા.

અહીં પીએમ નરેન્દ્ર મોદી એક નહીં પરંતુ 17 દેશોના રાજદૂતો સાથે પહોંચ્યા હતા અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમની સાથે હતા.

આ નાલંદા યુનિવર્સિટી કેમ્પસ 455 એકરમાં ફેલાયેલું છે અને ટીન બનાવવા પાછળ 1749 કરોડનો ખર્ચ થયો છે. પીએમ મોદીએ આજે આ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે અને બાદમાં તેઓ નાલંદા યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કરશે.મૂળ નાલંદા યુનિવર્સિટી, 1,600 વર્ષ પહેલાં સ્થપાયેલી હતી અને 2016 માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button