પેટા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કમલમ ખાતે યોજાઇ બેઠક
ગુજરાતમાં જાણે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય એ રીતે શ્રી કમલમ કોબા ખાતે હમણાં થી બેઠકો નો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતના પ્રભારી ઓમ માથુર નો પણ હાલ ગુજરાત પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે ગુજરાત મા યોજયેલ પેટા ચૂંટણી ના પરિણામ આવ્યા જે મુદ્દે શ્રી કમલમ કોબા ખાતે ભરત પડ્યા એ પ્રેસવાર્તા નું આયોજન કર્યું
આજે રાજકોટ મહાનગર પાલિકા ની 1 સીટ અને ગુજરાત ની 11 પેટા ચૂંટણી ના પરિણામ આવ્યા કોંગ્રેસ ને ફક્ત 2 સીટ મળી છે. ખેડા સૂત્રપાડા જેવી પાલિકા માં તો તો કોંગ્રેસ ની ડિપોઝીટ પણ ઝપ્ત થઈ ગઈ. ગુજરાત માં જયારે પણ પેટા ચૂંટણી થઈ છે ત્યારે બીજેપી ને બહુમત મળ્યો છે.
કોંગ્રેસની નકારાત્મક માનસિકતાનો સ્વીકાર ગુજરાતની જનતા કયારેય નહીં કરે. 2019 ની લોકસભા ચૂંટણી માં પણ આ રીતે ગુજરાત ની જનતા 26 લોકસભા બેઠકો જીતશે. નમો અગેન એમ નરેન્દ્રભાઈ ની સરકાર ફરીથી પૂર્ણ બહુમત સાથે શાસન માં આવશે