Site icon Time News

અમૂલ દૂધ બાદ હવે મસ્તી દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો ઝીંકાયો; ગૃહિણીઓના બજેટ પર પડશે સીધી અસર

મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. અમૂલ દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે દહીં અને લસ્સી જેવી દૂધની અન્ય બનાવટોના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. 14 નવેમ્બરની સવારથી જ અમૂલે કોઈ પણ મોટી જાહેરાત વિના ગુપચુપ રીતે આ નવા ભાવ અમલમાં મૂકી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમૂલના સૌથી વધુ વેચાતા ઉત્પાદનોમાંના એક ‘અમૂલ મસ્તી દહીં’ના ભાવમાં પ્રતિ કિલો દીઠ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ દ્વારા અલગ-અલગ પેકિંગ મુજબ નવા ભાવ નીચે મુજબ છે.

દહીંની સાથે-સાથે અમૂલે લસ્સીના ભાવમાં પણ વધારો કર્યો છે. ‘અમૂલ પ્રો-બાયોટિક રોઝ લસ્સી’ના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 15 રૂપિયામાં મળતી આ લસ્સી માટે હવે ગ્રાહકોએ 17 રૂપિયા ચૂકવવા પડશે.

ચૂપચાપ રીતે આ ભાવ વધારો લાગુ કરી દેવાતા ગ્રાહકોમાં કચવાટ

દૂધ બાદ હવે રોજિંદા વપરાશમાં લેવાતા દહીં અને લસ્સી જેવા ઉત્પાદનો મોંઘા થતાં મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને 14 નવેમ્બરની સવારથી જ ચૂપચાપ રીતે આ ભાવ વધારો લાગુ કરી દેવાતા ગ્રાહકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

Exit mobile version