એસિડીટીની સમસ્યાથી પરેશાન છો ફોલો કરો આ ટિપ્સ
વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. જેથી ગમે તે ખાઇ લે છે. જેનાતી એસીડિટી જેવી સમસ્યા થઇ શકે છે. પરંતુ લીલાં શાકભાજી અને તાજાં ફળો ખાવાથી એસિડિટીની તકલીફમાંથી છુટકારો મળે છે. એસિડિટી કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. તેને કારણે છાતીમાં બળતરા, ઊલટી અને પેટમાં દુખાવો થાય છે. પેટની ગેસટ્રિક ગંથ્રિઓમાં જ્યારે એસિટિક પદાર્થો વધી જાય ત્યારે એસિડિટીની તકલીફો થતી જોવા મળે છે.
– જે લોકો ભોજનમાં અનિયમિત હોય અને કસરત કરતાં ન હોય તેવાં લોકો સામાન્ય રીતે એસિડિટીનો ભોગ બને છે. વધારે પડતું ભોજન, વધારે દારૂનું સેવન, કોફી અને વધારે પડતાં ધૂમ્રપાનને કારણે એસિડિટીની તકલીફો થતી હોય છે.
– એસિડિટીથી બચવા માટે સૌ પહેલાં તો વ્યક્તિએ તેનાં વજનમાં ઘટાડો કરવો જોઈએ અને ખાવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ. દિવસમાં ત્રણ વખત ખાવાને બદલે ચાર-પાંચ વખત થોડું થોડું ખાવું જોઈએ. વધારે માત્રામાં પાણી પીવાનું પણ ટાળવું જોઈએ.
– એસિડિટી મટાડવા માટે લીલાં શાકભાજી અને તાજાં ફળોને આહારમાં સામેલ કરવા જોઈએ. વધુ ફાઈબર ધરાવતી ચીજો પણ તેમાં રાહત આપે છે. બને ત્યાં સુધી તળેલી ચીજો ખાવી જોઈએ નહીં. ખોરાકમાં દરરોજ 35 ટકા વધુ ફાઈબર ધરાવતી ચીજો ખાવી જોઈએ, જેમાં આખું અનાજ, બ્રેડ, દાળ, પોલિશ કર્યા વિનાના ચોખા ખાવા જોઈએ, આ ઉપરાંત 40 ટકા તાજાં ફળો ખાવાં જોઈએ. 15 ટકા આહાર ઈંડાં અને નોનવેજનો હોવો જોઈએ. 10 ટકા દૂધની બનાવટો, દહીં અને છાશ જેવી ચીજો આહારમાં ઉમેરવી જોઈએ.
– તાજાં ફળોમાં પપૈયુ, જાંબુ, વધારે પ્રોટિન ધરાવતી ચીજો, હર્બલ ચા, કેળાં, કાકડી, તરબૂચ, નારિયેળ પાણી, દૂધ, ગાજર, દૂધી, લીલી ડુંગળી, કોબી વગેરે લેવાં જોઈએ. દરરોજ ભોજનમાં આદું, લસણ, ડુંગળી, મરી, લાલ મરચાં, હળદર જેવા મસાલાનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જોઈએ.
– એસિડિટીથી બચવા માટે દારૂ, ચોકલેટ, કોલ્ડડ્રિન્ક, ફૂદીનો, મસાલેદાર ભોજન, કોફી, ખાટાં ફળો, ટમેટાં, અથાણાં, તીખી ચટણી, તળેલું ભોજન લેવાનું ટાળવું જોઈએ.