Gujarat
દાહોદમાં પીપલોદ ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત, છ લોકો ઘાયલ

દાહોદમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હચો. જેમાં છ લોકો ઘાયલ થયા હતા. પીપલોદ ચોકડી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. લીમખેડાથી પીપલોદ આવતી કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. જેમાં એક મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર માટે વડોદરા ખસેડાઈ હતી, જ્યારે અન્ય પાંચ ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
હાઇવે વચ્ચે ડિવાઈડર પર લગાવેલા વૃક્ષના કારણે ચોકડી પર ટર્ન લઇને આવતી ગાડીના દેખાતા અકસ્માત સર્જાયાની ચર્ચા છે. હાઇવે ઓથોરિટી એમ્બ્યુલનસ અને સભ્યોએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઘટના સથળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.