ગુજરાત

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારી લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર એસીબીએ જુના સચિવાલયમાં રેડ પાડી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીને 60 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. આ અધિકારીએ ટ્રેનરોના બિલની મંજૂરી માટે એજન્સી પાસે લાંચ માંગી હતી.

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતની કચેરી દ્વારા ચાલતા ઇન સ્કુલ નામના પ્રોગ્રામ અંતર્ગત રાજયની સરકારી શાળાઓમાં અલગ-અલગ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા ધ્વારા ટેન્ડરીંગ કરી આવી સ્કુલોમાં સ્પોર્ટસ ટ્રેનર, સ્પોર્ટસ કીટ, સ્પોર્ટસ એજયુકેશન આપવા અંગેનો પ્રોગ્રામ ર૦૧૫ થી કાર્યરત છે. જે બાબતે અલગ-અલગ એજન્સીઓ પૈકી એક એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી. બેંગલોર ખાતેની એજન્સી પણ આ પ્રોગ્રામમાં જોડાયેલ છે. આ કામના ફરીયાદી એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી રીઝીનલ મેનેજર તરીકે કામ કરતા હોય, અને ર૦૧૮-૧૯ ના આ પ્રોગ્રામ હેઠળ કોન્ટ્રાકટ ચાલું રાખવા માટે એક સ્કુલ દીઠ રૂા.૯૦૦/- લેખે કુલ-૭ર સ્કુલોના રૂા.૬૪,૮૦૦/- ગણતરીથી રાઉન્ડ ફીગર રૂા.૬૦,૦૦૦/- દર મહીને આપવા માટે આ કામના આક્ષેપીત સંદીપભાઇ પંડયા, ઇન સ્કુલ પ્રોઝેકટના ઇન્ચાર્જ નાઓએ ફરીયાદી પાસે રૂા.૬૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

પરંતુ લાંચ ન આપવા માટે ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરી હતી. જોકે આજે એસીબીએ છટકુ ગોઠવતા અધિકારીને 60 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button