ગાંધીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ કોલેજમાં બે દિવસના વર્કશોપ નું આયોજન
ગુજરાત માં અત્યારે શિક્ષણ ની સ્થિતિ કથળતી જઈ રહી છે, ત્યારે આપણાં બાળકોના ઘડતર ના પાયા ના શિક્ષણ માં પણ ઘણા સુધારા ની જરૂર છે જે બાબતે ગુજરાત ના શિક્ષણ વિદો અને શાળા
નું સંચાલન કરતા બુદ્ધિ જીવીઓનો જે શિક્ષણ માં લાવવા માટે અવાર નવાર સાથે મળી કોનકલેવ કરતા હોય છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ પોલીટેક્નિક કેમ્પસમાં શિક્ષણ અને
ટેકનોલોજી ના સ્તરમાં સુધારો લાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે બે દિવસના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું
https://www.youtube.com/watch?v=uQFYRCxZRaw&feature=youtu.be
જ્યાં સમગ્ર કાર્યક્રમ ની જાણકારી આપવા માટે સ્વામિનારાયણ પોલીટેક્નિક ના
ડાયરેકટર પ્રિન્સિપાલ પ્રોફેસર ધર્મેશ ભાઈ એ જણાવ્યું કે ગુજરાત માં અત્યારે ટેક્નિકલ શિક્ષણ ની કમી ને લીધે એન્જીનિયરીગ કરેલા વિધાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાન ની ઉણપ વર્તાઈ રહી છે ત્યારે આ
કોનકલેવમાં ગુજરાત ના અલગ અલગ 40 જેટલી ટેક્નિકલ કોલેજ ના પ્રિન્સિપાલ વર્કશોપ માં ગુજરાત રાજ્યની મોટા ભાગના પ્રાઇવેટ અને સરકારી કોલેજોએ ભાગ લઈ ચર્ચા માં જોડાયા.
ઉલ્લેખનીય છે કે એન્જિનિયર વિદ્યાર્થીઓ માટે વધુ રોજગાર ની તકો ઉભી કરી શકાય અને પ્રેક્ટિકલ નોલેજ માટે વધુ ભાર મૂકવામાં આવે તે બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને જરૂરી
સુધારા કરવા સરકાર માં પણ રજુઆત કરવામાં આવશે.