ગુજરાત

સ્કોલરશિપ ન મળતા આદિવાસી યુવતીનું સ્વપ્ન નહીં થઇ શકે પુર્ણ

કહેવાય છે ને કે પૈસા હોય તો ઘણું બધું કરી શકીએ પરંતુ જો પૈસા ના હોય તો કઇ કરી શકાતું નથી. આવી જ રીતે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અરેઠી ગામની મિનલદેવી વસાવા પાયલટ બનીને ઉંચી ઉડાન ભરવા માંગે છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી અને સરકાર દ્વારા પણ છેલ્લા 8 માસથી સ્કોલરશિપ ન મળતા મિનલદેવીને હવે પોતાનું પાયલટ બનવાનું સ્વપ્ન અધુરું લાગી રહ્યું છે.

મિનલદેવીના પિતા છત્રસિંહ નેત્રંગ ફોરેસ્ટ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમની પાંચ દીકરીઓ પૈકી મિનલદેવી વડોદરામાં ભાડાના મકાનમાં રહે છે. અને વડોદરામાં આવેલી ગુજરાત ફ્લાઇંગ ક્લબમાં કોમર્શિયલ પાયલટના લાયસન્સ માટે તાલીમ લઇ રહી છે. મિનલદેવીની 3 બહેનો પૈકી રાજશ્રી પોલીસ વિભાગમાં નોકરી કરે છે. બે બહેનો અંજના અને જયશ્રી પોલીસ તંત્રમાં જવા માટે તૈયારી કરી રહી છે. નાની બહેન મહેશ્વરી બી.એ.નો અભ્યાસ કરી રહી છે.

મિનલદેવી ધોરણ-9માં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ તેણે પાયલટ બનવાની ઇચ્છા હતી. અને એર ઇન્ડિયામાં પાયલટ તરીકે નોકરી કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. પિતાની આર્થિક સ્થિતી સારી ન હોવા છતાં પિતા દીકરીનું પાયલટ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પિતા દીકરીના 3 વર્ષના કોર્ષ માટે રૂપિયા 33 લાખના ખર્ચેને પહોંચી વળવા માટે બેંક લોન માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ બેંકમાં જામીન માટે મિલકત આપી ન શકતા લોન મળી શકી નથી. ગણતંત્ર દિવસે અરેથી ગામના લોકોએ પાયલટ બનવા માટે તાલીમ લઇ રહેલી મિનલદેવીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું. અને તેનું સન્માન કર્યું હતું. ગામના સરપંચ સહિત ગામ લોકોએ તેને પાયલટ બનીને આદિવાસી સમાજનું અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button