અમદાવાદમાં બ્રિજ પર બનશે ટૂરિસ્ટ પ્લેસ, ઐતિહાસિક બ્રિજની નવી ડિઝાઇન આવી સામે, જુઓ અહીં

અમદાવાદીઓ માટે એક મોટા આનંદના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદીઓને વધુ નવું નજરાણું બહુ જલદી મળશે. અટલબ્રિજ બાદ અમદાવાદીઓને વધુ એક બ્રિજ મળી શકે છે. આ માટે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે.
મળતી માહિતી પ્રમાણે, આગામી સમયમાં અમદાવાદીઓને અટલબ્રિજ બાદ એક નવું નજરાણું એલિસબ્રિજ પર મળવાનું છે. રિપોર્ટ છે કે, શહેરમાં આવેલા ઐતિહાસિક એલિસબ્રિજને બહુ જલદી વિકસાવવામાં આવશે, આ એલિસબ્રિજને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો, અંગ્રેજોએ વર્ષ 1892માં એલિસબ્રિજની વચ્ચે એક બ્રિજ બનાવ્યો હતો, જે ભાગને હવે એએમસી દ્વારા વિકસાવવામાં આવશે, એલિસબ્રિજના આ ભાગને એએમસી દ્વારા ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. ખાસ વાત છે કે, આ એલિસબ્રિજના ભાગને આગામી સમયમાં AMC ઓફિશિયલ રીતે ડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવશે.