અમદાવાદ

અમદાવાદમાં ત્રિદિવસીય વર્લ્ડ આયુર્વેદ કોન્ફરન્સનું આયોજન કરાયું

અમદાવાદમાં વર્લ્ડ આયુર્વેદ કૉન્ફરન્સ 15 ફેબ્રુ. થી 17 ફેબ્રુ. સુધી અમદાવાદમાં યોજાવામાં આવી છે. જે.બી.ઑડિટોરિયમ એએમએ ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ડોક્ટર્સ જોડાયા છે. સાથે જ વર્લ્ડ આયુર્વેદ કૉન્ફરન્સ-2019નું અમદાવાદમાં ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની આજથી શરૂઆત થઈ છે.


આ કોન્ફરન્સમાં આયુલિંક આયુર્વેદિક હૉસ્પિટલના ડો. પ્રેરક શાહ અને અથર્વ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હૉસ્પિટલના ડો. ગૌરાંગ જોશી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. જે વર્લ્ડ આયુર્વેદ કૉન્ફરન્સ-2019માં 12 ઈન્ટરનેશનલ સ્પીકર્સ, 8 કી નોટ સ્પીકર્સ, 2 ફિચર્સ સ્પીકર્સ, 4 એમીનન્ટ સ્પીકર્સ, 3 લાઈવ પ્રેક્ટિકલ વર્કશોપ, એલોપાથ ડૉકટર્સ દ્વારા પેનલ ડિસ્કશન, 140થી વધારે સાયન્ટિફિક પેપર પ્રેઝન્ટેશન, ફોરેન સ્પીકર્સ અને ડેલિગેટ્સ સાથે વન ટુ વન મીટ જેવા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

https://www.youtube.com/watch?v=V76F2B0X5Bk&feature=youtu.be


આ કૉન્ફરન્સનો ઉદ્દેશ સંશોધકો, શિક્ષકો, પ્રેક્ટિશનર્સ, ઉત્પાદકો, ખેડૂતોને આપણા દેશના એક પ્રાચીન વિજ્ઞાન, આયુર્વેદના પ્રચાર માટે એક સામાન્ય અને લોકપ્રિય પ્લેટફોર્મ પર એકસાથે લાવવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button