ગુજરાત
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે યોજાશે ત્રિદિવસીય રાષ્ટ્રીય DGP કોન્ફરન્સ
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી છે. ત્યારે, આગામી 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની DGP કોન્ફરન્સ યોજાનાર છે. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે.
કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈયાર થયેલ વિશાળ ટેન્ટ સિટીમાં આ DGP કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે, આ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા પાંખના ત્રણેય દળોના મુખ્ય આધિકારીઓ, દેશના તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને રાજ્ય પોલીસ વડાઓ તેમજ સુરક્ષા એજન્સીઓ આઈબી, સીઆઇડી, સીબીઆઈ અને એટીએસ સહીતની સરકારની સુરક્ષા એજન્સીઓના વડાઓ પણ ઉપસ્થિત રહેશે.