અમદાવાદ
અમદાવાદ: નવા વર્ષમાં અમદાવાદીઓને મળી મેટ્રોની ભેટ
નવા વર્ષે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ. દક્ષિણ કોરિયાથી મંગાવાયેલા મેટ્રો ટ્રેનના 3 કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે.મેટ્રો ટ્રેનના આ કોચ ગત શનિવારે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે આવ્યા હતા. તેને ખાસ પ્રકારના ટ્રેલરમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. એપરલ પાર્ક ડેપો ખાતે મેટ્રોના કોચ ગોઠવવામાં આવી રહ્યા છે.
એપરલ પાર્કમાં કોચને અનેકવર કરીને એસેમ્બલ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. એસેમ્બલ કરાયા બાદ ડેપોમાં જ કોચની ચકાસણી કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં 32 કિલોમીટરની સરેરાશ ઝડપે મેટ્રો દોડશે. પ્રથમ ફેઝ માટે 32 ટ્રેન મંગાવવામાં આવી છે. એક ટ્રેનમાં 3 કોચ હશે. 1 કોચની કિંમત સાડા 10 કરોડ રૂપિયા છે. 15 જાન્યુઆરી બાદ ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એપરલ પાર્કથી વસ્ત્રાલ વચ્ચે મેટ્રો દોડશે.